Fri,19 April 2024,5:17 pm
Print
header

આર્યનખાન માટે અનન્યા ડ્રગ્સની વ્યવસ્થા કરવા થઈ હતી સંમત, જાણો ચેટમાં શું થયો ખુલાસો ?

અનન્યા પાંડે પર એનસીબીનો સકંજો, બે દિવસ થઇ પૂછપરછ 

મુંબઇઃ બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની સતત બીજા દિવસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. અનન્યા પાંડે અને આર્યન ખાનની ચેટ પરથી જાણવા મળ્યું છે કે બંને વચ્ચે ડ્રગ્સ વિશે વાતચીત થઈ હતી.

એનસીબીના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં આ દાવો અનન્યા પાંડેની ચેટ પરથી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબીના અધિકારીઓએ અનન્યાને તેની ચેટ બતાવી હતી, જેમાં તેણે આર્યન ખાન સાથે વાત કરી હતી. આ ચેટમાં આર્યન અનન્યાને ડ્રગ્સની વ્યવસ્થા કરવા માટે કહી રહ્યો હતો. આ ચેટ પર અનન્યાનો જવાબ હતો કે હું તે કરીશ.

રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે અનન્યાએ આર્યન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરી હોવાના કોઈ પુરાવા મળ્યાં નથી. જ્યારે એનસીબીના અધિકારીઓએ અનન્યાને આ બાબતે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે તે માત્ર આર્યન સાથે મજાક કરી રહી હતી, NCBએ દાવો કર્યો છે કે, અનન્યા અને આર્યન સતત તેમની ચેટમાં ડ્રગ્સ વિશે વાત કરતા હતા. અનન્યા પાંડેએ કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ (Drugs) લેવાનો ઈનકાર કર્યો છે.

3 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ વિરોધી એજન્સી NCB એ ડ્રગ્સના સંબંધમાં આર્યન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. પછી આર્યને નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. બુધવારે કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે તેણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch