Wed,19 February 2025,7:55 pm
Print
header

આ DEO ના ઘરેથી મળ્યાં રૂપિયાથી ભરેલા બે બેડ, નોટો ગણવા મંગાવાયા મશીન- Gujarat Post

બેત્તિયા: બિહારના બેત્તિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીના નિવાસસ્થાને વિજિલન્સે દરોડા પાડ્યાં છે. પટનાથી પહોંચેલી વિજિલન્સ ટીમ સવારથી જ ડીઈઓ રજનીકાંત પ્રવીણની પૂછપરછ કરી રહી છે. મોટી માત્રામાં રોકડ મળતા નોટ ગણવાનું મશીન મંગાવવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણ લગભગ 3 વર્ષથી આ જિલ્લામાં નોકરી કરે છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બસંત બિહારમાં તેના ઘરે દરોડા પાડવામાં આવ્યાં છે. બે બેડ ભરીને રૂપિયા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.

પટનાની વિજિલન્સ ટીમ જિલ્લા શિક્ષણ અધિકારીના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી હતી. પોલીસ અને વિજિલન્સ ટીમોએ તેના અન્ય ઘણા ઠેકાણાઓ પર દરોડા પાડ્યાં છે.

હાલ શિક્ષણ વિભાગના નવા અધિક મુખ્ય સચિવ ડૉ. એસ સિદ્ધાર્થ એક્શન મોડમાં છે. શાળાઓમાં બેન્ચ અને ડેસ્કની ખરીદીમાં નાણાકીય ગેરરીતિ મળી આવ્યાં બાદ જિલ્લાઓના ડીઈઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં કિશનગંજ જિલ્લાના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ સાથે પૂર્વ ચંપારણ જિલ્લા શિક્ષણ અધિકારી સંજીવ કુમાર સામે પણ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch