નવી દિલ્હીઃ કોકરોજ જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા કરોડો થઇ રહી છે અને હવે તેનું એક્સ એકાઉન્ટ બેન કરી નાખવામાં આવ્યું છે, અનેક રાજકીય પાર્ટીઓ કોકરેચ જનતા પાર્ટીના વખાણ કરી રહી છે અને કહી રહી છે કે આ લોકો જ ભાજપ સરકારને ઉખાડી ફેંકશે.
કોકરેચ જનતા પાર્ટી લોકોના મુદ્દાઓ લઇના માર્કેટમાં આવી છે, બેરોજગારી, પેપક લિક, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ આ પાર્ટી ઉપાડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ થઇ ગયા છે, દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI)જસ્ટિસ સૂર્યકાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી કોકરોચ જનતા પાર્ટી લોકપ્રિય થઇ રહી છે.
ફાઉન્ડર અભિજીત દીપકે મોદી સરકાર સામે ઉઠાવ્યાં સવાલ
એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજીત દીપકે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે, જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યાં ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ બેન કરી દેવાયું. આ ક્યાંની લોકશાહી છે?" તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
શું હતો સમગ્ર વિવાદ અને CJIનું નિવેદન ?
આ વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સીજેઆઇ(CJI)સૂર્યકાંતે કહ્યું હતું કે, કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ ધંધામાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઇ (RTI)એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. તેમના આ નિવેદન બાદ GEN-Z આક્રોશમાં છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39