Sat,08 August 2026,10:30 pm
Print
header

મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હતો હુમલો

  • Published By Panna Patel
  • 2026-07-17 16:40:29
  • /

ઉત્તરપ્રદેશઃ બહરાઈચ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડાંગરની રોપણીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નદીમાં હાથ ધોવા ગયેલા એક 12 વર્ષના છોકરાને મગરે પાણીમાં ખેંચી જઈને જીવતો ફાડી ખાધો હતો. ગ્રામજનોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હોવા છતાં તેને બચાવી શકાયો ન હતો. મોડી રાત્રે બાળકની ખરાબ લતમાં લાશ મળી આવી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

બાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકુરી ગામનો રહેવાસી 12 વર્ષીય સુનીલ સિંહ તેના કાકા વિજય રાજ ​​સિંહ સાથે ડાંગરની રોપણી કરવા માટે ખેતરમાં ગયો હતો. ત્યાં તે હાથ-મોઢું ધોવા માટે નજીકની ઘાઘરા નદી પાસે ગયો હતો. ત્યારે નદીમાં પહેલેથી જ રહેલા એક મગરે તેના પર હુમલો કરી તેને જડબામાં પકડી લીધો અને પાણીમાં ખેંચી ગયો હતો. બાળક બૂમો પાડવા લાગ્યો અને તેના કાકાએ તથા આસપાસના અન્ય લોકોએ લાકડીઓ અને ઈંટો વડે મગર પર હુમલો કર્યો, પરંતુ તેઓ તેને બચાવી શક્યા નહીં. મગરે સુનીલનો એક પગ અને પેટનો અમુક ભાગ ખાઈ લીધો હતો.

પોલીસના જણાવ્યાં અનુસાર ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.મગરે સુનીલના જમણા પગનો નીચેનો ભાગ ખાસ કરીને ઘૂંટણની નીચેનો હિસ્સો ખાઈ લીધો હતો અને તેના પેટનો અમુક ભાગ પણ ગાયબ હતો.

બચાવ ટીમે મોડી રાત્રે મૃતદેહ બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મૃતકના કાકા વિજય રાજ ​​સિંહે જણાવ્યું હતું કે સુનીલ સિંહના માતા-પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું. સુનીલ ત્રણ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. આ દુર્ઘટનાથી પરિવાર ભારે આઘાતમાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch