Wed,22 January 2025,4:30 pm
Print
header

ભાજપના નેતાના ઘરે ગયેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા, 4 મગર મળી આવ્યાં

ભોપાલઃ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઈટી વિભાગની ટીમે ભાજપ નેતાના ઘર પર દરોડા પાડ્યાં હતા. દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યાં હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને રેસ્ક્યૂં કરાયા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મગરોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભાજપના નેતા રાજેશ કેસરવાની સાથે સંબંધિત સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યાં હતા. રાજેશ બીડી ઉત્પાદક, મકાન બાંધકામ કોન્ટ્રાક્ટર અને ભાજપના પૂર્વ કાઉન્સિલર છે. જો કે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરની રિકવરી અંગે વાત કરી ન હતી.

અધિકારીઓનું કહેવું છે કે આ મગરોની સ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય તપાસ પૂર્ણ થયા પછી તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે. ઘરની નજીક મગર મળવાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch