Mon,09 December 2024,12:12 pm
Print
header

ક્રાઈમ પેટ્રોલ એક્ટરે 35 વર્ષની વયે કરી આત્મહત્યા, પરિવાર આઘાતમાં

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવ્યાં છે. રિયાલિટી શો 'દાદાગીરી 2' જીતનાર એક્ટર નીતિન ચૌહાણે આત્મહત્યા કરી લેતા પરિવાર આઘાતમાં છે. પ્રખ્યાત ટીવી અભિનેતા નીતિન ચૌહાણે મુંબઈમાં 35 વર્ષની વયે આત્મહત્યા કરી છે. નીતિન ચૌહાણ ઘણા ટીવી શોનો ભાગ હતો. Splitsvilla 5, Zindagi.com, Crime Patrol અને Friends જેવા ટીવી શો થી તેને નામના મેળવી હતી. ખૂબ જ ફિટ અને હેન્ડસમ દેખાતા અભિનેતાના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. લોકો સમજી શકતા નથી કે અભિનેતા સાથે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું.

છેલ્લે આ શોમાં જોવા મળ્યો હતો

નીતિન ચૌહાણ યુપીના અલીગઢનો રહેવાસી હતો. તેનો પરિવાર અલીગઢમાં રહે છે. નીતિનનો છેલ્લો ઓન-સ્ક્રીન દેખાવ 2022 માં હતો, જે SAB ટીવી પર દૈનિક સોપ હતો. તે 'તેરા યાર હું મેં'માં જોવા મળ્યો હતો. આ શોમાં પણ તેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેને કોઈ ખાસ કામ મળ્યું ન હતુ, તેના સહ કલાકારો સુદીપ સાહિર અને સયંતની ઘોષે તેના મોતની વાત કહી છે. નીતિનની કો-સ્ટાર વિભૂતિ ઠાકુરે પણ તેના  મોતની વાત સોશિયલ મીડિયામાં કહી છે.

અભિનેત્રીએ આ પોસ્ટ કરી હતી

વિભૂતિએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'રેસ્ટ ઇન પીસ મારા મિત્ર, હું ખૂબ જ આઘાતમાં અને દુઃખી છું. હું ઈચ્છું છું કે તમારી પાસે બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે વધુ શક્તિ હોય. હું ઈચ્છું છું કે તમે તમારા શરીરની જેમ માનસિક રીતે મજબૂત હોત. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને નીતિનના પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ નીતિનના પિતા પોતાના પુત્રનો મૃતદેહ લેવા માટે મુંબઈ પહોંચી ગયા છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch