Sun,16 November 2025,5:54 am
Print
header

જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, મહિલા સહિત ત્રણ લોકોએ યુવકનું ઢીમ ઢાળી દીધું - Gujarat Post

  • Published By
  • 2025-10-21 10:08:22
  • /

જૂનાગઢઃ ગુજરાતમાં દિવાળીની રાત્રે ઘણી જગ્યાઓ પર ફટકડા ફોડવા મુદ્દે માથાકૂટ થઈ હતી. જૂનાગઢની મધુરમ ચોકડી નજીક ફટાકડા ન ફોડવા માટે કહ્યાં બાદ બબાલ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

દિવાળીના તહેવારોમાં આ સનસનીખેજ હત્યા થતા પોલીસ પણ દોડતી થઈ હતી, સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ મધુરમ વિસ્તારમાં યુવાનની હત્યા થતા સી ડિવિઝન પોલીસ મથકની સાથે સમગ્ર જૂનાગઢ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ રાજકોટમાં ત્રણ લોકોની હત્યા થયાનો બનાવ બન્યો હતો અને હવે સૌરાષ્ટ્રમાં વધુ એક હત્યા થઇ છે. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch