Fri,28 March 2025,12:47 am
Print
header

ભરૂચમાં જમાઈ બન્યો યમરાજ, શિક્ષક દંપત્તીના હત્યાનના કેસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post

  • શેરબજારમાં દેવું થઈ જતાં જમાઈએ જ સાસુ-સસરાનું ઢીમ ઢાળી દીધું
  • જમાઈ સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે નાણાં આપે છે અને ઘરમાં મોટી કેશ તેમજ દાગીના રાખતા હોવાનું જાણતો હતો

ભરૂચ: વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો .આ મામલામાં દેવું વધી જતા સગા જમાઈએ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે.

ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રીના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડ રૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા.આ અંગે વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી.

પોલીસને શંકે ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 43 હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે.આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે. આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણા આપે છે અને ઘરમાં મોટી કેશ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch