Mon,13 April 2026,1:41 pm
Print
header

અમદાવાદમાં ક્રિકેટ ફિવર: દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચી, ભારતની જીત માટે હવનો પણ થયા

  • Published By
  • 2026-03-08 13:23:02
  • /

અમદાવાદ: આજે 8 માર્ચ, 2026ના રોજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે ટકરાશે. આ મહામુકાબલાને નિહાળવા માટે અમદાવાદનું આકાશ અને ધરતી બંને સેલિબ્રિટીઓ અને ક્રિકેટ પ્રેમીઓથી ભરાઈ ગયા છે.

મેચ શરૂ થાય તે પહેલાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કલાકારો પ્રેક્ષકોને ડોલાવશે.ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન ખાસ પરફોર્મન્સ આપશે. સુખવીર અને ફાલ્ગુની પાઠક બંનેના પંજાબી તડકા અને ગરબાના સૂર સાથે સ્ટેડિયમ ગુંજી ઉઠશે.

ફાઈનલ નિહાળવા માટે દેશ-વિદેશના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર ઉતરી રહ્યાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યાં હતા. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ 7 માર્ચથી જ અમદાવાદમાં છે. ઉપરાંત, જાણીતા કથાકાર જયા કિશોરી પણ આજે મેચ માણવા પહોંચી ગયા છે. દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન્સ પણ આ ફાઈનલના સાક્ષી બનશે.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતે તે માટે અમદાવાદમાં ભક્તિમય માહોલ પણ જોવા મળ્યો છે. આંબાવાડી વિસ્તારના ભુદરપુરા સંત કબીર આવાસ ખાતે આજે સવારે 11 વાગ્યે વિજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ રસિકોએ માતાજીના મંદિરે આહુતિ આપી ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી હતી.

શનિવારે હાર્દિક પંડ્યા અને સંજુ સેમસને સ્ટેડિયમ પરિષરમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch