Fri,19 April 2024,5:21 pm
Print
header

ક્રેડીટ કાર્ડ ક્લોનીંગ કૌભાંડના તાર ગોવા સહિતની હોટલોમાં હોવાની શક્યતાને આધારે તપાસ

ડુપ્લીકેટ પીએસઓ મશીન સાથે સુરતથી અન્ય આરોપીની ધરપકડ, 120 થી વધુ કાર્ડનો ડેટા ક્લોન થયાની આશંકા

અમદાવાદઃ શહેરના એલિસબ્રીજ (Ellis bridge) વિસ્તારમાં આવેલી હોટલ ફોર પોઇન્ટ બાય સેરોનમાં આવતા ગ્રાહકોના ક્રેડીટ કાર્ડ (Credit card)ના ડેટા ક્લોન કરવા મામલે તપાસ કરી રહેલી સાયબર ક્રાઇમ (cyber crime)ને મહત્વની સફળતા મળી છે. પોલીસે સુરતથી અતુલ ઘેલાણી નામના યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી પીઓએસનું મશીન જપ્ત કર્યુ છે. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે આરોપી પ્રોસેસર તરીકે કામ કરતો હતો કાર્ડના ડેટાને આધારે તે ક્લોનીંગથી કાર્ડ તૈયાર કરીને તેમાંથી કુલ રકમના 20 ટકા રકમ કમિશન પેટે લઇને બાકીની રકમ મુખ્ય આરોપી યુવરાજને દિલ્હી પહોંચાડતો હતો. જ્યારે હોટલના મેનેજર દિગ્વિજયસિંહને 5 થી 10 ટકા કમિશન આપવામાં આવતું હતુ.પોલીસને આશંકા છે કે આ ગેંગ દ્વારા 120 થી વધારે બેંકિંગ કાર્ડ ક્લોન કરાયા છે. આ કૌભાંડ (Scam)ના તાર ગોવા, મહાબળેશ્વર, દિલ્હી, સહિતના શહેરોમાં પણ ફેલાયેલા છે. જેથી પોલીસે આરોપી પાસેથી અનેક વિગતો મેળવી રહી છે. તેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે.

અમે તમને જણાવી દઇએ કે રાજ્યમાં ક્રેડિટ અને ડેબિટકાર્ડ વગર લોકોના રૂપિયા ઉપડી ગયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, જેમાં પીનને આધારે મોટા મોટા ફ્રોડ થઇ રહ્યાં છે, જેને લઇને તમારે ચેતી જવાની જરૂર છે, પોતાની બેંકિંગ ડિટેલ્સ કોઇને આપશો નહીં 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch