Thu,25 April 2024,3:49 am
Print
header

પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર કર્યાં પ્રહાર, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે- Gujarat post

સુરતઃ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં હતા.સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં પાટીલે દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યાં છે. કહ્યું કે મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહે તે જરૂરી છે.પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું  કે ગુજરાતના લોકોને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુ આપવાથી આ લોકોને કોઈ મત આપવાના નથી. આ માત્ર આપના ખોટા વાયદાઓ છે.

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે અહીં જ્યારે ઈલેક્શન આવે છે ત્યારે ચોમાસામાં જેમ દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા આવી જાય છે, તેમ કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ આવી જતા હોય છે. મફલર પહેરે એટલે દિલ્હીમાં ખબર પડે કે ઠંડી આવે છે, એ વ્યક્તિ ઠગ નહીં, મહાઠગ છે.એ આપણા રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયાસ કરે છે. મેં તેને જાહેર મંચ પરથી પહેલાં પણ કહ્યું છે, અત્યારે પણ કહું છું કે ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે. ગુજરાત પ્રદેશની એક વિશિષ્ઠતા છે. ગુજરાતીઓની પોતાની આગવી ઓળખ છે. ગુજરાતી હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માગવા માટે ક્યારેક હાથ નહીં લંબાવે. મફતનું કશું ખપતું નથી.

કેજરીવાલ પર નિવેદન કરનારા પાટીલને રાજકોટના આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રહાર કર્યો છે અને કહ્યું કે ભાજપ સરકાર AAPથી ડરી ગઇ છે. ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે.જો કોઇ વ્યક્તિ ટેક્સના રૂપિયાથી સુવિધા આપે તો તેને મફતમાં આપ્યું કેવી રીતે કહી શકાય, ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પોતાની પક્કડ મજબૂત બનાવી રહી છે તે ચોક્કસ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch