અમદાવાદ: કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ગુજરાતના તબીબો પણ ચિંતિત બન્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એ.એમ.એના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે કહ્યું કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસને કારણે કેસો વધ્યા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કેસો વધ્યા છે તેમાં કયો પ્રકાર છે તેનો અભ્યાસ ચાલુ છે. અમે સરકારને પહેલા પણ ચેતવણી આપી હતી હવે પણ કહીએ છીએ તહેવારો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એક પછી એક આવતા તહેવારોને લઇ વધુ ધ્યાન આપવાની જરૂર છે.
રાજકોટના પણ ધોરાજી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સજજ છે. હોસ્પિટલના DCHC સેન્ટરમાં બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બીજી લહેરમાં કુલ 70 જેટલા ઓક્સિજન બેડ હતા જેની સંખ્યા વધારીને હવે 100 કરી દેવાઈ છે. કુલ 5 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યાં છે. હાલમાં દર મિનિટે 250 લિટર ઓક્સિનજ મળે તે માટે નવો પ્લાન બેસાડવામાં આવ્યો છે.
ઓક્સિજનના 20 જેટલા નાના સિલિન્ડર અને 50 જેટલા જમ્બો સિલિન્ડર તેમજ ઓક્સિજનની 1 હજાર લિટરની ટેન્ટ પણ ઉપલબ્ધ કરાઇ છે. દર્દીને રિફર કરવા માટે બે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ખાસ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે બાળરોગ નિષ્ણાત, ચાર મેડિકલ ઓફિસર,ચાર જેટલા M.B.B.S એક એમડી સહિતનો સ્ટાફ ફરજ બજાવશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સજિન, દવા સહિતની તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. રાજ્યના બીજા શહેરોમાં પણ મેડિકલ સુવિધાઓ વધારી દેવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29