Thu,18 April 2024,9:23 am
Print
header

ઈંગ્લેન્ડ બાદ આપણા દેશના આ રાજ્યમાં મળ્યો કોવિડનો ખતરનાક સ્ટ્રેન

મધ્ય પ્રદેશઃ ભારતમાં કોવિડ-19 (Covid-19)ના ડેલ્ટા વેરિઅન્ટના કેટલાક નવા મ્યુટન્ટ્સ મળી આવ્યાં છે. બ્રિટનમાં આ મ્યુટન્ટ્સ પર સંશોધન ચાલી રહ્યું છે, તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારતમાં આ વેરિઅન્ટના બહુ ઓછા પ્રમાણમાં મ્યુટેશન જોવા મળ્યાં છે, પરંતુ તેની હાજરીએ ચિંતા વધારી દીધી છે. ઇન્દોરમાં નવા કોવિડ વેરિઅન્ટના 7 કેસ મળી આવ્યાં છે. જીનોમ સિક્વન્સિંગમાં આ નવા ડેલ્ટા વેરિઅન્ટની હાજરી સામે આવી છે, નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા તેને સંબંધિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે લેવામાં આવેલા નમૂનાઓમાં બે સૈન્ય અધિકારીઓના છે જેઓ મહુ કેન્ટમાં તૈનાત છે.

INSACOG નેટવર્કના વૈજ્ઞાનિકો કોવિડ -19 વાયરસના વિવિધ પ્રકારો પર સંશોધન કરી રહ્યાં છે. આ નેટવર્કના વૈજ્ઞાનિકોએ નવા કોવિડ મ્યુટન્ટ વાયરસ AY.4.2 પર સર્વેલન્સ પણ જાળવી રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા મ્યુટન્ટ્સ વિશે અત્યારે કશું કહી શકાય તેમ નથી, કારણ કે તેમાં મોટી અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તેથી નિશ્ચિતપણે કહી શકાય નહીં કે કોવિડ -19 નો નવો મ્યુટન્ટ વાયરસ કેટલો ખતરનાક હોઈ શકે છે. સાથે જ વ્યકિતને કેટલો બીમાર કરી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. નવા મ્યુટન્ટ વાયરસને વેરિઅન્ટ અન્ડર ઇન્વેસ્ટિગેશન (VUI) ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેના ઝડપી વિકાસ દરને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ તેને VUI ની શ્રેણીમાં રાખ્યું છે.

યુકેના અધિકૃત આરોગ્ય ડેટા જણાવે છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટનું નવું પરિવર્તન ઈંગ્લેન્ડમાં ફરતું થઈ રહ્યું છે, તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. દેશની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ તેના નવા ટેકનિકલ માહિતી દસ્તાવેજમાં કહ્યું છે કે ડેલ્ટાના નવા સ્ટ્રેન પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch