Fri,19 April 2024,1:50 am
Print
header

ત્રીજી લહેરની આગાહી વચ્ચે દેશના આ રાજ્યોમાં ફરી વધ્યાં કોરોનાનાં કેસ, જાણો વિગતો

નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરની આગાહીએ સરકાર અને લોકોને ચિંતામાં મુકી દીધા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ચિંતાના વાદળો છવાયાં છે.ભારતના 13 રાજ્યો એવા છે કે જ્યાં મહિનાની શરૂઆતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો,પરંતુ હવે ધીમેધીમે આ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરમાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે. ભારતમાં દરરોજ આવતા નવા કોરોના કેસોની સંખ્યા 40 હજારની આસપાસ હોય છે.ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 34 લાખ નવા કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જણાવ્યું કે ગયા અઠવાડિયે કોરોના વાયરસના 4.4 મિલિયનથી વધારે નવા કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે. પણ રાહતની વાત એ પણ છે કે મૃત્યુઆંક ઓછો છે.

ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં દૈનિક કેસોનો દર ઉંચો છે. જ્યારે કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં સક્રિય કેસ વધી ગયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ નોંધાયા છે 507 લોકોનાં મોત નીપજ્યાં છે. 38,652 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અમેરિકાના સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યું પામેલા લોકોની સંખ્યા 34 લાખથી 49 લાખની વચ્ચે હોઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch