Tue,23 April 2024,4:22 pm
Print
header

રશિયાની સ્પુતનિક v વેક્સીનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી

નવી દિલ્હી: રશિયાની સ્પુતનિક v વેક્સીનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. સીડીએસસીઓ વિશેષજ્ઞ સમિતિએ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. હવે ભારતમાં ડીસીજીઆઈની ઔપચારિક મંજૂરીની જરુર રહેશે. સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેને આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા આજ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી દેવાય તેવી શક્યતા છે.

દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસી 45 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, યુપી સહિત ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત જોવા મળી છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં તો હજારો સેન્ટર્સ પર વેકસિનેશન રોકી દેવામાં આવ્યું છે.આ સંજોગોમાં સતત માંગણી થઈ રહી છે કે, અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ ?

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં છે અને 904 લોકોના મોત થયા છે.જો કે 75,086 લોકો ઠીક પણ થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch