કાવઠમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર, રૂપિયા 4 લાખના ગરનાળાનું તકલાદી કામ
તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ બેદરકારીભર્યું કામ
કપડવંજઃ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની એક પછી એક પોલ ખુલી રહી છે, હવે કાવઠ ગામમાં મહિનાઓ પહેલા જ બનેલું ગરનાળું તૂટવાનું ચાલુ થઇ ગયું છે, આ કામ 15 ટકા વિવેકાધીન ફંડમાંથી વાલ્વા– મહુડા રોડ પર મંજૂર કરાયું હતું, અંદાજે 4 લાખ રૂપિયામાં આ કામ કરવામાં આવ્યું હતુ
આ કામમાં હલકી ગુણવત્તાની કામગીરી થયાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ ગરનાળાના નિર્માણમાં માપદંડ મુજબની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કામ તકલાદી રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. વિકાસના નામે સરકારી નાણાં ખર્ચાતા હોવા છતાં કામની સ્થિતિ જોઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ છે.
અહીં ખાસ વાત એ છે કે આ કામ તાલુકા પંચાયત પ્રમુખ જે કે પરમારના ગામમાં જ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના ગામમાં જ આવો ભ્રષ્ટાચાર હોય તો બીજા ગામોમાં બની બેઠેલા આ કોન્ટ્રાકટરો કેવું કામ કરતા હશે તે પણ જોવું રહ્યું.
સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ કામની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલા લેવામાં આવે. નોંધનિય છે કે કપડવંજ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને ખાસ કરીને ભાજપના જ કોન્ટ્રાક્ટરો હોવાથી અહીં કોઇ કર્મચારી કે અધિકારી પણ બોલતા નથી, કારણ કે ક્યાંક તેઓ પણ કમિશનબાજી કરી રહ્યાં છે. ત્યારે હવે આવા કામોને લઇને જનતાએ જ જાગવાની જરૂર છે.
કપડવંજના કાવઠ ગામમાં ભ્રષ્ટાચાર આવ્યો સામે
— Gujarat Post (@GujaratPostNews) April 6, 2026
તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ રૂ. 4 લાખનું ગરનાળું મહિનાઓમાં જ તૂટવા લાગ્યું
કાવઠમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર, રૂપિયા 4 લાખના ગરનાળાનું તકલાદી કામ
તાલુકા પંચાયતના પ્રમુખ જે કે પરમારના ગામમાં ભ્રષ્ટાચાર pic.twitter.com/rvKGQ3loW9
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50
ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-04-08 10:37:12