Sat,20 April 2024,4:05 am
Print
header

Corona Update: દેશમાં સતત કોરોનાના કેસ ઘટી રહ્યાં છે છંતા વિશ્વમાં દૈનિક કેસની સંખ્યામાં ભારત મોખરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યાં છે, જેને લઈને ઘણા રાજ્યોએ લગાવેલા લોકડાઉનમાં છૂટછાટ આપી છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.32 લાખથી વધુ કેસ નોંધાયા છે જે વિશ્વના દેશોની સરખામણીમાં સૌથી વધુ છે, તેને જોતાં દેશ પરથી કોરોનાની ઘાત હજુ ટળી નથી તેમ કહી શકાય. દેશમાં સતત 22માં દિવસે કોરોનાના કેસ કરતાં રિકવરીનો આંક વધારે નોંધાયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,32,364 નવા કેસ નોંધાયા હતા 2713 લોકોના મોત થયા હતા.જેની સામે 2,07,071 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,85,74,350 પર પહોંચી છે. કુલ ડિસ્ચાર્જ 2,65,97,655 થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,40,702 પર પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસની કુલ સંખ્યા 16,35,993 છે દેશમાં અત્યાર સુધીમાં 22,41,09,448 લોકોને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

કોરોનાના એક્ટિવ કેસ અને કુલ સંક્રમિતોના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. મોતની વાત કરીએ તો અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધુ મોત થયા છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ કર્ણાટકમાં છે. જે પછી તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch