Fri,19 April 2024,6:25 am
Print
header

દેશમાં કોરોનાથી પ્રથમ વખત રોજના 4200થી વધુ મોત, કુલ મૃત્યુઆંક 2.50 લાખને પાર થયો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો ગ્રાફ ભલે ધીમો પડ્યો હોય પણ મોતની સંખ્યા સતત વધી રહી છે. આજે દેશમાં કોરોનાએ દૈનિક મૃતકોની સંખ્યાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. વર્લ્ડોમીટર પ્રમાણે દેશમાં પ્રથમ વખત 4200થી વધુ લોકોનાં કલાકોમાં જ મોત થયાં છે. આ પહેલા 7 મેના રોજ સૌથી વધારે મોત થયા હતા.

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું કોરોના દર્દીઓની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

આઈસીએમઆરના જણાવ્યાં પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 30,75,83,991 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 11 મે ના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે અગાઉ જણાવ્યું હતુ કે દેશમાં કુલ 1 લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણને કારણે મૃત્યું થઇ ગયા છે અને આ આંકડો હવે સતત વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch