Sat,20 April 2024,3:28 pm
Print
header

બોલિવુડ એક્ટર અને ભાજપ નેતા સની દેઓલ કોરોનાથી સંક્રમિત

શિમલાઃ ભાજપના વધુ એક સાંસદ (BJP MP) કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બોલિવુડ એક્ટર (Bollywood Actor) અને ગુરુદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલ (Sunny Deol)નો કોરોના પોઝિટિવ આવ્યો છે. હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવે આ માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, મનાલી (Manali)ના બ્લોક મેડિકલ ઓફિસર ડો. રણજીત ઠાકુરે ભાજપ સાંસદ સની દેઓલને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. સાંસદ છેલ્લા થોડા દિવસોથી કૂલુમાં હતા. તે અને તેના મિત્રો મુંબઈ રવાના થવાનું વિચારતા હતા પરંતુ મંગળવારે કોવિડ-19 રિપોર્ટ (Covid-19) પોઝિટિવ આવ્યો છે.

સની દેઓલ અવારનવાર હિમાચલ (Himachal Pradesh) આવતા રહે છે. આ વખતે ખભાની સર્જરી બાદ આરામ માટે મનાલી આવ્યા હતા. દરમિયાન પરિવારજનો પણ સાથે આવ્યા હતા અને થોડા દિવસો પહેલા જ પરત ફર્યા હતા.હાલ એક્ટર હિમાચલ પ્રદેશમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યાં છે.

આ પહેલા બોલિવૂડમાંથી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન સહિતના અનેક સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે  નેતાઓમાં અમિત શાહ (Amit Shah), સ્મૃતિ ઇરાની સહિત ઘણા નેતાઓ કોરોનાનો ભોગ બન્યા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch