Fri,19 April 2024,8:45 pm
Print
header

દેશના આ રાજ્યમાં આવી કોરોનાની ત્રીજી લહેર ! જાણીતા શહેરમાં 325થી વધુ બાળકો સંક્રમિત થતાં ફફડાટ

જયપુરઃ દેશમાં કોરોનાની બીજી લહેર હજુ અટકી નથી ત્યાં ત્રીજી લહેરની શરૂઆત થઈ હોય તેમ લાગે છે. રાજસ્થાનના દૌસામાં એક-બે નહીં પણ 300થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અહીં કુલ 341 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

દૌસામાં ત્રીજી લહેરના સંકેત મળ્યાં છે જે બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. જિલ્લાના ડીએમે કહ્યું 341 બાળકો સંક્રમિત થયા છે તેમાંથી કોઈપણ સીરિયસ નથી. હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને જોતાં જિલ્લા હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને રોકવા રાજસ્થાન સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે ગામે અને ઘરે ઘરે જઈને લોકોના કોવિડ ટેસ્ટ કરશે. ગામમાં જ કોવિડ સેન્ટર બનાવાશે અને દર્દીની સારવાર કરાશે. રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસની  સંખ્યા 1,31,806 છે. જ્યારે 7,64,137 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજસ્થાન માં કોરોનાથી 7475 લોકોનાં મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch