Tue,17 June 2025,9:39 am
Print
header

ગુજરાત સહિત દેશના 20 રાજ્યોમાં પહોંચ્યો કોરોના, જાણો એકસપર્ટે શું કહ્યું- Gujarat Post

  • Published By
  • 2025-05-26 11:01:59
  • /

હાલના સંજોગોમાં ગંભીર બીમારી અને મૃત્યુની સંભાવના ખૂબ ઓછી

મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો

અમદાવાદઃ કોરોના ફરી ધીમે ધીમે લોકોને ભરડામાં લઈ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં કોવિડ-19 કેસ અચાનક વધારો થયો છે. આ રાજ્યોની હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવી છે.

દેશના ઓછામાં ઓછા 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા દર્દી સામે આ્વ્યાં છે. આઈસીયુ બેડ, ઓક્સિજન સપ્લાય તથા અન્ય જરૂરી ઉપકરણો સાથે હોસ્પિટલોને એલર્ટ રાખવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ મુંબઈ, પુણે અને થાણે જેવા શહેરોમાં જોવા મળ્યાં છે. ગુજરાતમાં કોરોનાના મોટાભાગના કેસ અમદાવાદમાં છે.

હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે. વર્તમાન રોગચાળાની પરિસ્થિતિને જોતાં, હાલમાં બૂસ્ટર રસીની જરૂર નથી અને નજીકના ભવિષ્યમાં તેની કોઈ શક્યતા નથી. કોરોના હવે નવો વાયરસ નથી. ભારતની આખી વસ્તી કોઈને કોઈ સ્વરૂપમાં આ વાયરસના સંપર્કમાં આવી છે. આ ચેપ તમામ વય જૂથોમાં ફેલાયો છે અને મોટાભાગના પુખ્ત વયના લોકોએ પહેલાથી જ બે કે તેથી વધુ રસીના ડોઝ લીધા છે. દેશમાં હાલમાં સક્રિય પ્રકાર JN1 છે, જે નવો નથી. તેમણે કહ્યું કે, હવે દર થોડા મહિને નાના ચેપની લહેર આવતી રહેશે, પરંતુ આ ચિંતાનો વિષય નથી. દેશમાં 50 લાખ વસ્તી દીઠ માત્ર 1 જ કોવિડ કેસ નોંધાઈ રહ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch