Sat,20 April 2024,3:29 am
Print
header

દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, કોરોનાનો પીક હજુ બાકી

નવી દિલ્હી: કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ખતરો હજી સુધી ટળ્યો નથી. ભારત સરકારે (Indian Government) એલર્ટ જારી કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારી ફરી ઉભરી શકે છે, જેને નિયંત્રિત કરવા રાજ્યોની મદદથી રાષ્ટ્રીય સ્તરે તૈયારી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૌલે (Dr. V.K. Paul) જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પીક હજી બાકી છે. ખૂબ જ ટૂંક સમયમાં કોરોના ભારતમાં રૌદ્ર સ્વરૂપ લઈ શકે છે.આવા સંજોગોમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાની સાથે કડક નિર્ણયો લેવાની જરૂર છે જેથી લોકોને આ મહામારીથી બચાવી શકાય.

ડો.પૌલે કહ્યું કે આ આક્ષેપ ખોટો છે કે સરકારને કોરોનાની બીજી લહેરની જાણકારી નહોતી. અમે લોકોને સતત ચેતવણી આપી રહ્યાં હતા કે કોરોનાની બીજી લહેર આવશે. દેશમાં હાલમાં સીરો પોઝિટિવિટી 20 ટકા છે અને 80 ટકા વસ્તી હજી પણ સંક્રમણનો ભોગ બની શકે છે.

પત્રકાર પરિષદમાં ડો.વીકે પૌલે કહ્યું કે, 'પીએમ મોદીએ 17 માર્ચે સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. જો કે, આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે હવે આપણે તેની સાથે લડવું પડશે અને પોતાનું રક્ષણ કરવું પડશે.જ્યારે ડો.વી.કે. પૌલને પૂછવામાં આવ્યું કે કોરોનાની બીજી લહેરનો પીક ક્યારે આવશે, ત્યારે તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરનો પીક ક્યારે આવશે તે નક્કી કરવા માટે કોઈ મોડેલિંગ સિસ્ટમ નથી. નવા ટ્રેન્ડને કારણે તે કહેવું ખૂબ મુશ્કેલ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch