વોશિંગ્ટનઃ કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન તેની રસી (Corona Vaccine) મુખ્ય ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. ભારતમાં બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections) પહેલા ભાજપે પોતાની સરકાર બનશે તો ફ્રીમાં રસી (Free Corona Vaccine) આપવાનો વાયદો કર્યો છે. હવે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને (Joe Biden) કહ્યું કે, જો તેઓ ચૂંટણી જીતશે તો અમેરિકન નાગરિકો (US Citizens)ને ફ્રીમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે. તેમનું આ પગલું કોરોના સામે મુકાબલો કરવાની દિશામાં રાષ્ટ્રીય રણનીતિનો હિસ્સો હશે. તેમણે એક ચૂંટણી સભામાં કોરોનાને લઈને કહ્યું કે જ્યારે આપણી પાસે સુરક્ષિત અને અસરકારક વેક્સીન આવી જશે ત્યારે દરેક માટે ફ્રી હશે, પછી ભલે તમારી પાસે વીમો હોય કે ન હોય. જો અમે ચૂંટણી જીતીશું તો અમારું તમામ ધ્યાન અમેરિકાને આ મહામારીમાંથી છૂટકારો અપાવવા પર રહશે.
બાઇડેને એમ પણ કહ્યું, કોરોના મહામારીનો સામનો કરતાં આપણને 9 મહિનાથી વધારે સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પાસે તેનાથી સુરક્ષા મેળવવાનો કોઈ પ્લાન નથી, તેઓ હાર માની ચૂક્યા છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં અને મૃત્યુઆંકના લિસ્ટમાં મહાસત્તા અમેરિકા ટોપ પર છે. અહીં કોરોનાથી અત્યાર સુધી બે લાખથી વધારે લોકોનાં મોત થઇ ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44