Sat,20 April 2024,8:51 am
Print
header

Corona virus: કર્ણાટક માટે ચિંતાજનક સમાચાર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની ભલામણ

બેંગ્લુરુઃ કોરોના વાયરસને લઈને બેંગ્લુરુથી ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકમાં આગામી બે મહિનામાં કોરોનાની બીજી લહેર આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, કર્ણાટકમાં કોવિડ-19ની સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરી કમિટીએ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ માટે ફેબ્રુઆરી સુધી દરરોજ 1.25 લાખ ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. 

કોરોના સંક્રમણ મામલે કર્ણાટક દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે અને એક્ટિવ કેસની સંખ્યા મામલે પશ્ચિમ બંગાળ પછી પાંચમાં સ્થાન પર છે. જ્યારે કોરોના વાયરસને કારણે થયેલા મોતના મામલે મહારાષ્ટ્ર પ્રથમ, કર્ણાટક બીજા અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે. કર્ણાટકમાં કોરોનાના 23728 એક્ટિવ કેસ છે અને 8,50,707 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. રાજ્યમાં 11,792 લોકોના કોરોનાથી મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch