Sat,20 April 2024,8:39 am
Print
header

દેશમાં કોરોનાના આંકડા જોઈને તમે હચમચી ઉઠશો, એક જ દિવસમાં મૃતકોની સંખ્યામાં આવ્યો મોટો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ આવ્યાં અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે. 

દેશમાં કોરોનાના કુલ કેસ  એક કરોડ 38 લાખ 73 હજાર 825 થયા છે. જ્યારે એક કરોડ 23 લાખ 36 હજાર 036 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ એક્ટિવ કેસ 13 લાખ 65 હજાર 704 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1 લાખ 72 હજાર 85 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યાં છે.

દેશમાં સતત સાતમાં દિવસે એક લાખથી વધારે કેસ નોંધાયા છે. 12 એપ્રિલે 1,68,912, 11 એપ્રિલે 1,52, 879, 10 એપ્રિલે 1,45,384, 9 એપ્રિલે 1,31,968, 8 એપ્રિલે 1,26,789, 7 એપ્રિલે 1,15,736 કેસ નોંધાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch