Thu,18 April 2024,9:09 am
Print
header

આ જાણીતા દેશે 60 વર્ષથી ઓછી વયના લોકોને એસ્ટ્રાજેનેકાની કોરોના રસી આપવા પર લગાવ્યો પ્રતિંબધ, જાણો કેમ લીધો નિર્ણય

(પ્રતિકાત્મક તસવીર)

વેનિસઃ ઈટાલીએ 60 વર્ષથી ઓછી વયના લોકોને એસ્ટ્રેજેનકાની કોવિડ-19 રસી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે આ પગલું એક 18 વર્ષીય મહિલાનું લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયા બાદ ભરવામાં આવ્યું છે કોવિડ-19 મહામારી પર આયોજીત સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય અધિકારીએ આ જાહેરાત કરી હતી.

શિન્હુઆના રિપોર્ટ મુજબ 25 મેના રોજ મહિલાને ડોઝ આફવામાં આવ્યો હતો આ મહિલામાં બ્લડ પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા અને રસીકરણ પહેલા ડબલ હાર્મોને થેરાપી પર હતી. ઘટના બાદ તેણે રસીકરણ પ્રક્રિયા વખતે આ માહિતી શેર કરી હતી કે નહીં તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.હાલ મહિલાનું મોત અને રસીકરણ વચ્ચે શું સંબંધ હતો તે સ્થાપિત થઈ શક્યું નથી. પરંતુ આ મામલાએ યુવાનોમાં એસ્ટ્રાજેનેકાની રસીના વપરાશ પર ચિંતા વધારી દીધી છે.

પ્રેસ કોન્ફન્સમાં સરકારના મુખ્ય મેડિકલ સલાહકાર ફ્રાંકો લોકેટલીએ જણાવ્યું કે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા નો પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે તેમણે બીજો ડોઝ લેવો જોઈએ. હાલ આ રસી માત્ર 60 વર્ષથી મોટી વયના લોકોને જ અપાશે.આ પહેલા પણ યુરોપના અનેક દેશોમાં બ્લડ કોટિંગની સમસ્યા જોવા મળી હતી. ઇટાલીમાં આશરે 46 ટકા લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી ચુક્યા છે, જ્યારે 23 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch