Thu,25 April 2024,11:37 pm
Print
header

કોરોનાના નવા સ્ટ્રેને ભારતમાં લીધો પ્રથમ ભોગ, હાલના વાયરસ કરતાં પણ છે વધારે ખતરનાક

જગદલપુરઃ ભારતમાં કોરોનાનો નવો એપી સ્ટ્રેન મળી આવ્યો છે આ વાયરસે દેશમાં એક યુવકનો ભોગ લીધો છે. છત્તીસગઢના જગદલપુરમાં ડેંગગુડાપારામાં રહેતા 35 વર્ષીય યુવકનું આઈસોલેશન સેન્ટરમાં મોત થતાં હડકંપ મચી ગયો છે. હૈદરાબાદથી પરત ફર્યાં બાદ યુવકને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઇ ગયું છે.

લોહડીગુડા બીએમઓએ ઓફિસરોને આ અંગેની જાણકારી આપી હતી. યુવકના મોત બાદ તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો પોઝિટિવ હતો તેમાં આંધ્ર મ્યૂટેંટ મળી આવ્યાં હતા દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે આંધ્ર મ્યૂટેંટનો નવો સ્ટ્રેન મળતા પહેલા પણ ચિંતા હતી.

નવા મ્યૂટેંટને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વર્તમાન સ્ટ્રેનની તુલનામાં અનેક ગણો ખતરનાક છે આંધ્ર સ્ટ્રેન આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 5 દિવસથી રોજના સાડા ત્રણ લાખ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યાં છે આ સ્થિતિમાં જો નવો વાયરસ પણ કહેર મચાવવાનું શરૂ કરશે તો દેશમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch