Wed,24 April 2024,3:00 am
Print
header

કોરોના સામે જંગ, પ્રતિષ્ઠીત TATA ગ્રુપે રૂ.500 કરોડનું દાન આપ્યું, રતનજી ટાટાની જાહેરાત

મુંબઇઃ દેશમાં કોરોના વાઇરસના કારણે ઉથલ પાથલ મચી ગઇ છે, ધંધા-રોજગાર અને નોકરીઓ બંધ છે, કરોડો લોકો આજે મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યાં છે, દેશ મોટી આપત્તિમાંથી ગુજરી રહ્યો છે, મેડિકલ સેવાઓ પણ ખૂટી પડી છે, ત્યારે અનેક દાનવીરો દાન કરીને દેશના દુખમાં સહભાગી થઇ રહ્યાં છે, દેશના પ્રતિષ્ઠીત ટાટા ગ્રુપ ટ્રસ્ટે સરકારને 500 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. રતનજી ટાટાએ આ મોટી જાહેરાત કરીને માહિતી આપી છે. 

દાનની રકમનો ઉપયોગ આરોગ્યના કર્મચારીઓ, હોસ્પિટલો માટે ઉપકરણો ખરીદવા, પરીક્ષણ કીટ ખરીદવા અને સંશોધનો માટે કરાશે. 

ઉપરાંત મુંબઇમાં ટાટા ગ્રુપની તાજ હોટલ દ્વારા કોરોનાના દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને અન્ય સરકારી કર્મચારીઓ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા કરાઇ છે. રસ્તા પર રહેતા લોકો માટે પણ તેમને ભોજનની વ્યવસ્થા કરીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નીભાવી છે. ટાટા ગ્રુપ અગાઉ પણ અનેક વખતે આપત્તિના સમયે દેશ સાથે ઉભું રહ્યું હતુ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch