Thu,25 April 2024,4:16 pm
Print
header

સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ

સુરતમાં એક જ દિવસમાં 400 લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલાયો

અમદાવાદઃ ચૂંટણી પૂર્ણ થતા અને ટેસ્ટ ક્રિકેટ તેમજ ટી-20  મેચની સીઝન શરુ થવા બાદ હવે ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના કેસમાં (Corona cases) ચિંતાજનક વધારો થવાની વિગતો બહાર આવી છે. છેલ્લાં ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં 80 ટકા જેટલા વધારો નોંધાયો છે. અમદાવાદ (Ahmedabad)માં ઘણા દિવસો બાદ એક દર્દીનું મરણ થયુ છે.ત્યારે હવે ચૂંટણી પૂર્ણ થતાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal corporation)માં કોરોનાના કેસની સંખ્યા વધવાની સાથે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે જે દર્શાવે છે કે કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે જો ટેસ્ટીંગ વધારવામાં આવે તો ચોક્કસપણે કોરોનાના કેસો વધુ સામે આવશે. 

આગામી દિવસોમાં ફરજિયાત માસ્ક (mask) અને સામાજિક અંતર (social distancing) ના નિયમનો અમલ ઝડપથી શરુ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા  તાકીદ કરવામાં આવતા આજથી અમદાવાદ પોલીસે માસ્ક નહીં પહેરનારા લોકો સામે ડ્રાઇવ શરુ કરી છે. સુરતમાં પણ તંત્ર એલર્ટ છે અને  માસ્ક નહીં પહેરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઇ છે.ગઇકાલે એક જ દિવસમાં 400  જેટલા લોકો પાસેથી ચાર લાખ રુપિયાનો દંડ વસુલ્યો હતો. જો કે પોલીસ તંત્ર અને મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણી દરમિયાન કોઇપણ રાજકીય પાર્ટી કે કાર્યકરોને એક રુપિયાનો દંડ ફટકારાયો નથી અને કોરોનાના સંક્રમણને છુટ્ટો દોર આપી દીધો હતો.ત્યારે સવાલ એ થાય કે  માસ્ક નહીં પહેરનારાઓને હવે દંડવામાં આવી રહ્યાં છે.કારણ કે હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અહીં સવાલ એ છે કે રાજકીય પાર્ટીઓના કાર્યકરો સામે શા માટે કાર્યવાહી ન કરાઇ ? 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch