Thu,18 April 2024,9:15 pm
Print
header

કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય, લાંબી લડાઈ છેઃ સીએમ રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના સત્રની  સોમવારથી શરૂઆત થઈ છે. ગૃહમાં કોરોના સંકલ્પ રજૂ થતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું, કોરોના (Coronavirus) સામેની લડાઈ લાંબી છે વેકસિન (Corona Vaccine) નહિ આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહિ થાય. વિશ્વના મોટા દેશો કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં State Government) સમયસર પગલાં લઈને કોરોનાને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ જણાવ્યું, જ્યા સુધી નવી વેક્સિન નહીં આવે ત્યા સુધી સંક્રમણ થવાનુ છે.ગુજરાત (Gujarat)ની જનતા આપણા પર ભરોસો રાખીને બેઠી છે. આજે કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા દ્વારા સંક્રમણ ઓછું કરી શક્યા છીએ. લોકોમાં કોરોનાનો ડર દૂર કરી આત્મવિશ્વાસમાં વધારો કરવો, સંક્રમણ ઓછું થાય તે સરકારની પ્રાથમિકતા છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. સોમવારે 24 કલાક દરમિયાન 1430 કોરોના કેસ (Gujarat Corona Cases) નોંધાયા હતા. રાજ્યમાં સોમવારે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,337 એક્ટિવ કેસ છે, જ્યારે 1,05,901 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,248 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,24,767 પર પહોંચી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch