Fri,19 April 2024,4:58 pm
Print
header

કોરોનાની રસીને લઇને મોટા સમાચાર, બ્રાઝિલમાં પરીક્ષણ દરમિયાન વોલન્ટિયરનું મોત થયાના અહેવાલ

બ્રાઝીલઃ વિશ્વભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર વધી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4.36 લાખ નવા કેસ (Covid-19) સામે આવ્યા છે. આ પહેલા 4.14 લાખ કેસ 16 ઓક્ટોબરે નોંધાયા હતા. આ વાઇરસથી મોતની સંખ્યા પણ વધી રહી છે. લાખો લોકોના મોત થયા છે. 

વર્લ્ડોમીટર (Worldometer) પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધીમાં 4 કરોડ 14 લાખ લોકો નોવેલ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 11 લાખ 35 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.  3 કરોડ 9 લાખ લોકો સાજા થઈ ગયા છે. વિશ્વમાં 94 લાખ 46 હજાર એક્ટિવ કેસ (Active Case) છે. દરમિયાન ઘણા દેશો કોરોનાની રસી શોધી રહ્યા છે. કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન મોત થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલમાં કોરોના વેક્સીનના ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું મોત થયું છે.ઓક્સફોર્ડ (Oxford) યુનિવર્સિટીના ટ્રાયલમાં વોલન્ટિયરે દમ તોડ્યો હોવાના અહેવાલ આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવ્યાં છે. આ વેક્સિન એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) એઝેડએન.એલ તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે. જો કે અહીની સરકાર દ્વારા રસિને કારણે કોઇનું મોત નથી થયું તેવો બચાવ કરાયો છે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેક્સિનને (Corona Vaccine) લગતો ટ્રાયલ આગળ ચાલુ રાખવામાં આવશે.

ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસી AZD222નું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. યુનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે વેલન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝીલનો હતો.આ ઘટના બાદ પણ રસીનું ટ્રાયલ ચાલુ રહેશે. પરંતુ આ મામલે વધારે જાણકારી આપવામાં નથી આવી.નિષ્ણાતો માની રહ્યાં છે કે જો રસિને કારણે કોઇનું મોત થયું છે તો તે રસિના આગામી ટ્રાયલને લઇને જોખમી સાબિત થઇ શકે છે. તેનાથી લોકોના જીવને પણ જોખમમાં મુકાઇ શકે છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch