Thu,25 April 2024,11:45 pm
Print
header

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના કેસમાં વધારો, અમદાવાદમાં  એક દર્દીનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં (gujarat)કોરોનાની સ્થિતિ ફરીથી ચિંતાજનક બની રહી છે. ચૂંટણીની રેલીઓ પછી હવે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.આજે રાજ્યના આરોગ્ય વિભાગના (health department) આંકડાઓ મુજબ નવા 424 કેસ નોંધાયા છે. તેની સામે  301 દર્દીઓને સારવાર આપીને રજા  આપવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad)માં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મરણ થયું છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યું આંક 4, 408 થયો છે. કોરોનાનો રીકવરી દર (recovery rate) 97.62 ટકા થયો છે. બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા સહિત 7 જિલ્લાઓમાં એક પણ કેસ નથી આવ્યો, આજે જિલ્લાઓમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો  અમદાવાદમાં 75, સુરતમાં 87, વડોદરામાં  89, રાજકોટમાં 62, જામનગરમાં 11, ગાંધીનગરમાં 10, કચ્છમાં 11, આણંદ,  ખેડા, મહિસાગરમાં 7-7 કેસ નોંધાયા છે.  

અમરેલી, મહેસાણા, સાંબરકાઠામાં પાંચ-પાંચ કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 338 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આજે 8 હજારથી વઘારે કેસ નોંધાયા છે. જેથી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને એલર્ટ કરીને સ્ટેન્ડ ટુ કરાયા છે. બીજી તરફ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે કે હજુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી બાદ નાના શહેરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઇ શકે છે.માટે આરોગ્ય વિભાગને એલર્ટ થવાની સાથે ફરજિયાત માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો અમલ કરાવવા માટે તાકીદ કરાઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch