Tue,16 April 2024,3:39 pm
Print
header

કોરોનાથી ઝઝૂમી રહેલા ભારતની વ્હારે આવ્યું અમેરિકા, મોકલ્યાં 100 મિલિયન ડોલરના મેડિકલ ઉપકરણો

વોશિંગ્ટનઃ દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યાં છે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. નવા કેસોને કારણે દેસની સ્વાસ્થ્ય સેવા પર દબાણ વધ્યું છે. રાજ્યોમાં ઓક્સિજન નહીં મળવાની ફરિયાદો આવી રહી છે. આ દરમિયાન વિશ્વના અનેક દેશો ભારતની મદદે આવ્યાં છે.

વ્હાઈટ હાઉસે કહ્યું છે કે, કોવિડ-19ની બીજી લહેરથી ઝઝૂમી રહેલા ભારતે તાત્કાલિક રાહત માટે અમેરિકા 100 મિલિયન ડોલરથી વધારેની કિંમતના મેડિકલ ઉપકરણો સપ્લાઈ કરી રહ્યું છે. અમેરિકાના આ સપ્લાઈમાં 1700 ઓક્સિજન કન્સેંટ્રેટર, 1100 સિલિન્ડર, 20 દર્દીને મદદ કતું ઓક્સિજન જનરેટર યૂનિટ પણ સામેલ છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે અમેરિકા ભારતના લોકોની મદદ માટે પ્રતિબદ્ધ છે. કોવિડ-19 સામેની સંયુક્ત લડાઈમાં એક સાથે ઉભા છીએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch