Wed,24 April 2024,5:10 am
Print
header

રાહતના સમાચાર, દેશમાં કોરોના ધીમો પડ્યો અને હવે આટલા કેસ નોંધાયા

(ફાઈલ તસવીર)

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ભારે જીવલેણ બની છે મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં રોજના 3000થી વધારે મોત થયા છે, જ્યારે ચાર વખત તો કેસનો આંકડો 4 લાખને વટાવી ગયો હતો. પરંતુ ગઈકાલથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો શરૂ થયો છે. વર્લ્ડોમીટર પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.11 લાખ કેસ આવ્યાં છે વધુ 3500 લોકોનાં મોત થયા છે.

દેશમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે 24 કલાકમાં 3,35,645 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે કેસ છે.

દેશમાં કોરોનાના કહેર વચ્ચે ભારતીય રેલવેએ આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આશરે 1 લાખ રેલવે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે જેમાંથી 1952 કર્મચારીએ જીવ ગુમાવ્યો છે રોજના આશરે 1000 કર્મચારી સંક્રમિત થઈ રહ્યાં છે.રેલવેમાં આશરે 13 લાખ કર્મચારીઓ કામ કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch