Sat,20 April 2024,5:31 am
Print
header

ચૂંટણી પૂર્ણ થતા અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગના ટેન્ટ પાછા શરૂ કરાયા

ઠંડી-ગરમીની ઋતુને લઇને કોરોનાના કેસ વધે તેવી શકયતા, સુરતમાં પણ તંત્ર એલર્ટ

અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પુરી થવાની સાથે જ હવે કોરોના (Corona) સંક્રમણનો ભય ફેલાયો છે. કારણ કે ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ કોવિડ-19 (covid-19)ની ગાઇડલાઇનને ભંગ કર્યો હતો, જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી જાય છે. આ અંગે ખુદ તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે ફરીથી ટેન્ટ શરુ કરાયા છે.

હાલ રાતના ઠંડી અને દિવસના સમયે ગરમીની અસર વધતા શરદી ખાંસીના કેસમાં વઘારો થતા કોરોનાના કેસ પણ ફરીથી ઉથલો મારી શકે છે. જેથી આરોગ્ય ના સ્ટાફને એલર્ટ કરી દેવાયો છે. સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓએ ભીડ એકઠી કરીને લોકોનો જીવ જોખમમાં મુક્યો છે. તબીબોનું કહેવુ છે કે હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. જેને લઇને આરોગ્ય વિભાગ એલર્ટ છે.

સુરત (surat)માં મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોની સંખ્યા વધતા અને ચૂંટણીના કારણે સંક્રમણમાં વધારો થયો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 1137 લોકોના મોત નોંધાયા છે શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 53,312 થઇ છે. તેમજ હાલમાં 363 કોરોનાના કેસ એકટિવ છે અને રિકવરી રેટ 97.27 ટકા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને મ્યુનિસિપલ કમિશનર (municipal commissioner) બન્છાનિધી પાનીએ કહ્યું છે કે સુરતની એક પણ શાળા-કોલેજ-ટ્યૂશન ક્લાસમાં કોરોનાનો કેસ મળશે તો તેને 14 દિવસ માટે બંધ કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch