Wed,24 April 2024,11:49 pm
Print
header

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1034 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 27 દર્દીઓને મોત 

અમદાવાદ: ધીમે ધીમે રાજ્યમાં કોરોના પર કાબુ મેળવવામાં રાજ્ય સરકારને થોડી સફળતા મળી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ કોરોનાનાં નવા 1034 કેસ નોંધાયા છે. સારવાર દરમિયાન 27 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં 238 કેસ નોંધાયા છે,નવ દર્દીઓના મૃત્યું થયા છે. અમદાવાદ શહેરમાં નવા 151 કેસ નોંધાયા છે. પાંચ દર્દીઓના મરણ થયા છે.વડોદરામાં હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે 118 કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ હવે કોરોના સંક્રમણની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે અને આજે નવા 90 કેસ નોંધાયા છે.ત્યારે જામનગરમાં 26, જૂનાગઢમાં 45 કેસ નોંધાયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20 કેસ, ગાંધીનગરમાં 32, ભરૂચમાં 19 કેસ નોંધાયા છે. 

અન્ય રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 10309 કેસ નોંધાયા છે, દેશના સૌથી વધારે કેસ અહીં નોધાયેલા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 10128 કેસ, કર્ણાટકમાં 5819, તમિલનાડુમાં 5175, ઉત્તર પ્રદેશમાં 4076, બિહારમાં 2982, પશ્ચિમ બંગાળમાં 2816, આસામમાં 2284, અને કેરળમાં 1195 કેસ નોંધાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar