તમે સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ ? - AIMIMના કોર્પોરેટર જૈનબ બીબી
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં મકતમપુરા વોર્ડના AIMIMના મહિલા કોર્પોરેટર જૈનબ બીબીને તેમના બુરખા પહેરવેશને લઈને ભાજપના કોર્પોરેટર તરફથી ટિપ્પણી થતાં મોટો વિવાદ સર્જાયો હતો. જૈનબ બીબી બુરખો પહેરીને બોલવા ઊભા થયા ત્યારે ભાજપના ખાડિયા વોર્ડના મહિલા કોર્પોરેટર ગીતાબેન પરમારે તેમને બુરખો કાઢીને બોલો તેમ કહ્યું હતું.
ગીતાબેન પરમારની આ ટિપ્પણી પર જૈનબ બીબીએ સખત વિરોધ દર્શાવ્યો હતો, તેને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તમે લોકો સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ ? જૈનબ બીબીએ જણાવ્યું કે, સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ ભાજપના કોર્પોરેટરો લોકોને તેમના પહેરવેશથી ઓળખતા હોય તેવી બાબત સામે આવી છે. તેમણે ભાજપના મહિલા કોર્પોરેટરને સંવિધાનની ખબર નથી અને મહિલાની ગરિમા ખોઈ ચૂક્યા છે.તેવા આકરા શબ્દોમાં નિવેદન કર્યું હતું.
બીજી તરફ, ભાજપના કોર્પોરેટર ગીતાબેન પરમારે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, તેમનો ઇરાદો કોઈ ધાર્મિક ટિપ્પણી કરવાનો ન હતો, પરંતુ કોણ બોલી રહ્યું છે તે ઓળખવા માટે માત્ર બુરખો હટાવવાની વાત કરી હતી.
સામાન્ય સભામાં આ પહેરવેશના વિવાદ સિવાય, વિપક્ષ દ્વારા ભાજપના શાસકોને અન્ય વિવિધ મુદ્દે પણ ઘેરવામાં આવ્યાં હતા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે મેયર સમક્ષ શહેરની ખરાબ હવાની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવાની ગુણવત્તા સુધારવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. ઉપરાંત, ઈલેક્ટ્રીક વિહિકલનો ઓછો ઉપયોગ, વ્હાઇટ ટોપિંગ રોડ અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો હતો.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44