ગાંધીનગરઃ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સવારના પિતા રૂમમાં જતાં અહીં દ્રશ્યો જોઈને ચોંકી ગયા હતા. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ આ ઘટનાના વધુ તપાસ હાથધરી છે.
ગાંધીનગરમાં SOGમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ ઇશ્વરસિંહ ચાવડા (ઉ.વ-39) માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના ઘરે જ ગળાખાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. કોન્સ્ટેબલના પરિવારમાં તેમના પત્ની, બે દીકરીઓ અને દોઢ વર્ષનો દીકરો છે.
9 નવેમ્બરને રવિવારે પત્ની અને બાળકોને તેમની સાસરી કોલવડા મૂકીને ગાંધીનગર ફરજ પર ગયા હતા. ફરજ પરથી પરત ફરીને રાત્રે ભોજન કર્યા બાદ રૂમમાં ચાલી ગયા હતા. આજે સવારે પાણી આવ્યું હોવાથી નરેન્દ્ર સિંહના પિતા ઇશ્વરસિંહ ઉઠાડવા માટે રૂમમાં ગયા હતા અને રૂમનું દ્રશ્ય જોઇને ફસડાઇ પડ્યા હતા.
પંખે લટકતા દીકરાને જોઇને બૂમાબૂમ કરી હતી. આ બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
હવે ભાજપનું જીગ્નેશ મેવાણી પર હલ્લાબોલ, પીએમ મોદીના માતાને લઇને વિવાદીત ટિપ્પણીનો આરોપ | 2025-12-02 16:24:18
ગુજરાત પોલીસમાં મેગા ભરતીની થઈ સત્તાવાર જાહેરાત, 13 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરાશે | 2025-11-30 13:37:39
રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના 39 મામલતદારોની બદલી કરી | 2025-11-21 08:50:30
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44