Sat,20 April 2024,4:21 am
Print
header

નવા મંત્રીમંડળ પર હાર્દિક પટેલનો કટાક્ષ: જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી લીધી છે

ભાજપના નારાજ નેતાઓને કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું 

અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે. આજે ભાજપના ધારાભ્યોએ મંત્રી પદ માટે શપથ લીધા છે ત્યારે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી નક્કી કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યાં છે. હાર્દિક પટેલે નવા મંત્રમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે, ચૂંટણીના એક વર્ષ પહેલાનું આ મોટું નાટક છે. જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે.

મહત્વનું છે કે આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયેલ જેમાં ભાજપના જૂના જોગીઓને પડતા મુકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા મંત્રી મંડળમાં 7 પાટીદાર મંત્રીઓને સમાવવામાં આવ્યા છે તેમજ ઓબીસી સમાજના કુલ 6 મંત્રીઓને સ્થાન મળ્યું છે. ક્ષત્રિય સમાજના 2 અને દલિત સમાજના 2 મંત્રીઓને ભાજપ મોવડી મંડળે મંત્રીમંડળ સ્થાન આપ્યું છે, આદિવાસી સમાજના 4 જયારે જૈન સમાજમાંથી 1 મંત્રીને સ્થાન મળ્યું છે.

આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જનતાએ ભાજપ માટે નો રિપીટ થિયરી અપનાવી છે તેવું હાર્દિક પટેલે જણાવ્યું છે, વિધાનસભા ની ચૂંટણીમાં રણનીતિના ભાગરૂપે ભાજપ દ્વારા મુખ્યમંત્રીથી લઈને મંત્રી મંડળમાં એકાએક ફેરફાર કરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch