પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી
કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો રોજિદ પહોંચ્યાં
બોટાદઃ ઝેરી દારૂ (લઠ્ઠો) પીવાથી 36 લોકોનાં મોત થયા છે. અનેક લોકો હજુ હોસ્પિટલમાં દાખલ છે. જેમા કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે.બીજી તરફ આ મામલે રાજનીતિ શરૂ થઇ ગઇ છે, રોજિદ ગામે મૃતકના પરિવારજનોની મુલાકાતે કોંગ્રેસનું મોવડી મંડળ પહોંચ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનોએ મૃતકોની અર્થીને કાંધ આપી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યું થયા છે તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ કેમ થાય છે તે સૌથી મોટો સવાલ છે. પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યો છે. પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે, આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું. ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરોમાં આવી રીતે દારૂ આવે છે. કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે. દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા, ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂ વેચાય છે.
આરોપી જયેશે રૂ. 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ
આ લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલથી તેમનું મોત થયાનું સામે આવ્યું છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી જયેશની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું. તમામે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું. માત્ર એટલું જ નહીં જયેશને જાણ હતી કે, મિથેનોલ પીવાથી મોત થાય છે.હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28