Thu,18 April 2024,7:55 am
Print
header

મોંઘવારીને લઈને કૉંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવાયા હતા- Gujaratpost

કોંગ્રેસના તમામ મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી

EDની કાર્યવાહી વચ્ચે કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી સામે દેશભરમાં પ્રદર્શન કર્યું

નવી દિલ્હીઃ મોંઘવારીને લઈને કોંગ્રેસે સમગ્ર દેશમાં આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું. કૉંગ્રેસના પ્રદર્શનને લઈ  અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરે જવાનોને તહેનાત કર્યાં હતા, કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાં કાળાં કપડાં પહેરીને પહોંચ્યાં હતા. પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો અને તેઓ તેમના સાંસદો સાથે પીએમ આવાસનો ઘેરાવ કરવા માટે નીકળ્યાં હતા. પોલીસે તેમને અટકાવ્યા હતા. પ્રિયંકા ગાંધી બેરીકેડ પર ચડીને આગળ વધ્યા હતા, બાદમાં તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી. દરમિયાન અજય માકન, સચિન પાયલટ, હરીશ રાવત, અભિનાશ પાંડે સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા હતા. સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જોડાયા હતા.

સોનિયા અને રાહુલ ગાંધી સામે EDની કાર્યવાહી વચ્ચે કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી સામે દેશભરમાં પ્રદર્શન કર્યું. રાજધાની દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો અને પાર્ટીના નેતાઓનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન બંનેને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે મોદી સરકાર પર લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દુરુપયોગ મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે દેશમાં લોકશાહી નથી,માત્ર સરમુખત્યારશાહી જ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch