Sat,20 April 2024,7:39 am
Print
header

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post

29 માર્ચ સુધી સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

 

ગાંધીનગરઃ હાલમાં ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવ્યાં બાદ રાહુલનું સાંસદ પદ રદ કરી નાખવામાં આવતા કોંગ્રેસમાં જોરદાર આક્રોશ છે. જેને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં કાળા કપડાં પહેરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો અને વેલમાં બેસી ગયા હતા.આ ધારાસભ્યોએ મોદી-અદાણી ભાઈ ભાઈ અને કલ લડે થે ગોરોશે આજ લડેગે ચોરોસે જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. જે બાદ અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યાં હતા.

વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં નવા અંગ્રેજોનું શાસન પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આઝાદ ભારતમાં રાહુલ ગાંધીએ દેશની જનતાના અવાજનું કામ કર્યું છે. યુવાનો, ખેડૂતો, મહિલાઓ મુદ્દે સવાલ ઉઠાવ્યાં છે. રાહુલના સવાલોથી સરકારને પેટમાં તેલ રેડાયું છે. મિત્રો માટે દેશની સંપત્તિ લૂંટાવવામાં આવી રહી છે. નવા અંગ્રેજો સામે કોંગ્રેસ નહીં ઝૂકે, બહુમતીના જોરે વિધાનસભામાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch