Thu,25 April 2024,10:51 pm
Print
header

લખીમપુર ખીરી હિંસા: રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

કોંગ્રેસે યોગ્ય કાર્યવાહીની રાષ્ટ્રપતિ સમક્ષ કરી માંગ 

નવી દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ પ્રતિનિધિમંડળે લખીમપુર ખીરી હિંસા મામલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન તમામ નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને પદ પરથી હટાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, એકે એન્ટોની અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામેલ હતા. કોંગ્રેસ સતત લખીમપુર ખેરી ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાને હટાવવાની માંગ કરી રહી છે. કારણ તે તેમના પુત્રને 8 લોકોના મોત માટે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે આજે સરકાર સાથે ચર્ચા કરશે. તેમની (કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી) હકાલપટ્ટીની માંગ કોંગ્રેસની કે અમારા સાથીઓની માંગ નથી તે લોકોની માંગ છે અને ખેડૂતોના પરિવારોની માંગ છે. રાષ્ટ્રપતિને મળ્યાં બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે આરોપીના પિતા જે ગૃહ રાજ્યમંત્રી છે તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી.

3 ઓક્ટોબરે લખીમપુર ખેરી જિલ્લાના ટીકુનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યાં ગયા હતા. આ કેસમાં નેતા પુત્ર આશિષ મિશ્રા સહિતના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આશિષની શનિવારે ધરપકડ કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch