EDની કાર્યવાહીને લઈને ભાજપ સરકાર પર ખૂબ જ આક્રમક જોવા મળ્યાં રાહુલ ગાંધી
હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશઃ રાહુલ
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહીને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર આક્રમક જોવા મળ્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રી મોદીથી ડરતો નથી. રાહુલે કહ્યું કે તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદભાવ કાયમ રાખવા માટે કામ કરતા રહ્યાં છે અને આગળ પણ કરશે. તેઓ કોઇ પણ પ્રકારની ખોટી ધમકી કે કાર્યવાહીથી ડરતા નથી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, 'સત્યને બેરિકેડ કરી શકાશે નહીં. જે કરવું હોય તે કરી લો,હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશ. તેમને મીડિયા સામે પણ આ જ વાત કહી છે.
આ પહેલા તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ ધમકાવવાનો પ્રયત્ન છે. તેઓ વિચારે છે કે થોડું દબાણ કરીને અમને ચૂપ કરાવી દઈશું. પરંતુ અમે ચૂપ રહેવાના નથી. નરેન્દ્ર મોદી, અમિત શાહ, આ દેશમાં લોકતંત્ર વિરુદ્ધ જે કરી રહ્યાં છે તેની વિરુદ્ધ અમે ઊભા રહીશું. પછી ભલે ગમે તે કરી લે. અમને કોઈ ફરક પડતો નથી. અગાઉ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીની ઇડીએ પૂછપરછ કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53