Fri,26 April 2024,12:22 am
Print
header

કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેંદ્રની મોદી સરકારની ટીકા કરી રહ્યાં છે. રાહુલે મંગળવારે કોરોના વાયરસ સામે #SpeakUpToSaveLives અભિયાન શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આપણા દેશને આ નિર્ણાયક સમયમાં મદદની જરૂર છે. તો ચાલો આપણે લોકોનું જીવન બચાવવા, #SpeakUpToSaveLives અભિયાનમાં જોડાવા અને કોરોના સામેની આપણી લડતને મજબૂત બનાવવા માટે શક્ય તે બધું કરીએ. કોંગ્રેસે પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અભિયાનમાં વધુ લોકોને સામેલ કરવા અપીલ કરી છે કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે 'કોરોના સંકટની સામે લડવા માટે સત્તાની ઘોર બેદરકારીએ પરિસ્થિતિને ભયાનક બનાવી દીધી છે. તેથી અવાજ ઉઠાવવો જરૂરી છે, જેથી જીવન બચાવી શકાય, દર્દીઓને દવાઓ મળે અને લોકોને રસી મળે. 'અન્ય એક ટવીટમાં કોંગ્રેસે આ ઝુંબેશ વિશે લખ્યું કે,' પથારી, ઓક્સિજન, આવશ્યક દવાઓનાં અભાવને કારણે લોકો દમ તોડી રહ્યાં છે. આ પાછળ જવાબદાર ભાજપનું કુપ્રબંધન છે. આવો અમારા અભિયાનમાં જોડાઓ (SpeakUpToSaveLives) અને ભાજપ દ્વારા સર્જાયેલી અવ્યવસ્થા સામે અવાજ ઉઠાવો અને દેશવાસીઓનાં જીવ બચાવવા કેન્દ્ર સરકાર સામે માંગણી કરી છે.'

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch