Fri,19 April 2024,9:38 pm
Print
header

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો, 29 જિલ્લા પંચાયતમાં સિંગલ ડિજિટમાં

ગાંધીનગરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થયા છે. 29 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં છે. પંચમહાલમાં ખાતું પણ નહીં ખુલે તેવું લાગી રહી છે.

29 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી નથી. દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસ ડબલ ફિગરે પહોંચી શકી છે. જ્યારે પંચમહાલમાં કૉંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. ભાજપ પહેલીવાર ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયત જીતવામાં સફળ થઇ છે. રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch