Sat,20 April 2024,9:39 am
Print
header

ભાજપની જન આર્શીવાદ યાત્રા સામે કોંગ્રેસની કોરોના ન્યાય યાત્રા, કોવિડ-19 થી મૃત્યું પામેલા લોકોના પરિજનોને મળશે

ગાંધીનગરઃ ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે ગુજરાત કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા અભિયાન શરૂ કર્યું છે. 16 ઓગષ્ટથી આગામી બે મહિના સુધી આ ન્યાય યાત્રા ગુજરાતના 18 હજાર ગામડાઓ સુધી જશે. કોવિડ દરમિયાન લોકોને થયેલી વેદનાઓને ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે.

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોની બેઠક મળી હતી. કોંગ્રેસે જન આર્શિવાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રાની જાહેરાત કરી છે.

ભાજપ સામે મોરચો  

૧. કોરોના પીડિતોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની માંગણી કરાશે.

૨. કોરોના કાળમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારના સભ્યને રહેમરાહ હેઠળ સરકારી નોકરી આપવાની માંગ. 

૩. સરકાર દ્વારા કોરોનામાં સરકારી ખર્ચે સારવાર ના મળી શકી હોય તેવા મધ્યમ અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલની ચૂકવણી રૂપાણી સરકાર દ્વારા થાય તેવી માંગ.

૪. કોરોના મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યું પામેલા લોકોની સાચી માહિતી મેળવીને ન્યાયિક તપાસ કરવી. 

કૉંગ્રેસના નેતાઓ દ્વારા જણાવાયું છે કે કોંગ્રેસ તમામ પરિવારના ડેટા તૈયાર કરી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે સોશિયલ માધ્યમથી કોરોના કોવિડ વર્ચ્યૂઅલ મેમોરિયલ બનાવશે. ભાજપ સરકાર સંપૂર્ણ રીતે કોવિડ મહામારીની કામગીરી કરવા નિષ્ફળ રહી છે. આરોગ્ય સેવાઓ ઉભી કરવાના બદલે સરકારે માત્ર થાળી વગાડીને, દિવા કરીને ઉજવણી કરી છે. અમારો કાર્યક્રમ રાજકીય નહીં પણ સામાજિક છે, કોંગ્રેસ સત્તા નહીં પણ જન સેવા માટે છે.

રાજ્યની 50 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં આ અભિયાન ચલાવશે. ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રા કરીને કોંગ્રેસે 2022 વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch