Thu,18 April 2024,10:51 pm
Print
header

ભરતસિંહે EVMનો કાઢ્યો દોષ, કોંગ્રેસના નેતાઓએ જનતા વચ્ચે જવું નથી અને વાંક કાઢે છે EVMનો !

અમદાવાદઃ અત્યાર સુધીની સૌથી ખરાબ દુર્દશા સહન કરી રહેલી કોંગ્રેસને હારની સ્થિતીમાંથી બહાર આવતા વર્ષો નીકળી જવાના છે, ભાજપે 182 માંથી 156 અને કોંગ્રેસને 17 બેઠકો જ મળી છે. જો કે કોંગ્રેસના કાર્યકરો જ કહી રહ્યાં છે કે અમારા સિનિયર નેતાઓએ જનતા વચ્ચે જવું નથી અને જીતી લેવું છે. ઘણા નેતાઓ ધોળા દિવસે સીએમ બનવાના સપના જોતા હતા, એ પણ વગર મહેનતે. કેટલાક તો એવા છે કે ચૂંટણી વખતે જ દેખાય છે.

ભાજપની પ્રચંડ જીત બાદ કોંગ્રેસ નેતાએ ઈવીએમ પર ઠીકરું ફોડ્યું

કોંગ્રેસને ગુજરાતમાંથી માત્ર 17 સીટો જ મળી છે, ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી છે

હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપની પ્રચંડ જીતને લઇને ઇવીએમના બહાના કાઢવાના શરૂ કર્યાં છે. સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો તે જોતા કોંગ્રેસની જીત નક્કી જ હતી. ભાજપને લઈને લોકોમાં નિરસતા હતી. તેમ છંતા આ લોકોની મોટી જીત થઇ છે. ઈવીએમને લઈને અનેક વખત શંકા, કુશંકાઓ ઉભી થઇ છે. એટલે હવે દોષ ઇવીએમને આપવામાં આવ્યો છે.જો કે તેમની પાસે ઇવીએમમાં સેટિંગ કે છેડછાંડના કોઇ પુરાવા નથી.

આ વખતે કોંગ્રેસને ગુજરાતમાંથી માત્ર 17 સીટો જ મળી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી છે. આ માઈલસ્ટોન ભાજપે પ્રથમ વખત પ્રાપ્ત કર્યો છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસ તરફથી આ પ્રકારે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક નેતાઓ કહે છે આપ પાર્ટીને કારણે કોંગ્રેસને નુકસાન થયું છે.

ભાજપે 1990 બાદ પ્રથમ વખત આટલી મોટી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે પ્રથમ વખતે આટલી ઓછી સીટો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. ગત વખતે કોંગ્રેસને 77 સીટો મળી હતી, આ વખતે કોંગ્રેસને વધુ બેઠકો ના મળતા કોંગ્રેસના નેતાઓ દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch