Wed,24 April 2024,7:23 pm
Print
header

કૉંગ્રેસે 5 રાજ્યોના પ્રભારીઓની કરી નિમણૂંક, જૂના નેતાઓને સાઈડ લાઈન કરી યુવાઓને તક

નવી દિલ્હીઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુરૂવારે પાંચ રાજ્યોના પ્રભારીઓની નિમણૂંક કરી છે નવા નામોને કારણે કોંગ્રેસમાં જ આશ્ચર્ય ફેલાયું છે કોંગ્રેસમાં સામાન્ય રીતે યુવા ચહેરાઓને તક મળતી નથી ત્યારે આ વખતે સોનિયાએ પાંચેય રાજ્યોમાં પચાસ વર્ષથી ઓછી વયના અને ઓછા જાણીતા ચહેરાઓને તક આપી છે.

છત્તીસગઢના પ્રભારી સપ્તગીરિ સંકર ઉલ્કા ઓડિશાના સાંસદ છે જ્યારે ઉત્તરાખંડનાં પ્રભારી દીપિકા પાંડે સિંહ ઝારખંડમાં ધારાસભ્ય છે. જેમની સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે એવા ઈમરાન મસૂદને દિલ્હીના પ્રભારી બનાવાયા છે. સૌથી મહત્વની નિમણૂંક બ્રિજલાલ ખબરીની બિહારના પ્રભારી તરીકેની છે. બસપામાંથી આવેલા દલિત નેતા ખબરીને મહત્વનું રાજ્ય અપાયું છે. લઘુમતી મોરચાના ચેરમેન તરીકે પણ ઉર્દૂ શાયર પ્રતાપગઢીની નિમણૂંક કરાઈ છે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, સોનિયા ગાંધીએ કંઈક નવું કરવા પ્રયત્ન કર્યો છે પણ જૂના કોંગ્રેસીઓ આ યુવા નેતાઓને કેટલા ફાવવા દેશે એ મોટો સવાલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch