Thu,25 April 2024,11:14 pm
Print
header

કૉંગ્રેસના આ ધારાસભ્ય ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત, ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડ્યા

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ઉપલેટા-ધોરાજી વિસ્તારની સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય ખાનગી હોસ્પિટલના ડોકટર કોરોનાના ગંભીર પ્રકારના દર્દી માટે રેમડેસિવિર ઇન્જેકશનની ઓનલાઇન માંગણી કરે છે. છેલ્લા બે દિવસથી આ માંગણીના 10 ટકા જથ્થો પણ સરકાર દ્વારા આપવામાં આવતો નથી જેના કારણે દર્દીઓના મૃત્યું થઇ રહ્યાં છે.

રેમડેસિવિર ઈન્જેક્શનના ભેદભાવ મુદ્દે ધારાસભ્ય લલિત વસોયા ધોરાજી ડેપ્યુટી કલેકટર ઓફીસ સામે આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસ દ્વાર અટકાયત કરી હતી. ધારાસભ્યએ કહ્યું, પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવશે તો પણ મારા ઉપવાસ ચાલુ રાખીશ તેવી જાહેરાત કરી હતી.

ધારાસભ્ય લલીત વસોયાએ પોતે હાઇપર ડાયાબીટીશનો પેશન્ટ છે. છતાં આ વિસ્તારના લોકો માટે આ પગલું લેવું પડશે તેમ જણાવ્યું છે આ સાથે અરવિંદ વોરા, દિનેશ ટોપીયા, જગદીશ રાખોલીયા, જય ટોપિયા, રસીક હિંગાળા, ભુપત કનેરીયા અને ગોપાલભાઇ પણ ઉપવાસમાં જોડાયા હતાં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch